વાલોડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં ઘણાં સમયથી હિંસક દિપડાઓ રહેણાંક વિસ્તારમાં નજરે પડી રહ્યા છે જેથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, વાલોડ-ડોલવણ તાલુકાના પેલાડબુહારી, અંધાત્રી, વિરપોર, ગાંગપુર, બાગલપુર, વાંકલા ગામના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી હિંસક પ્રાણીઓ જેમ-જેમ શેરડીના ખેતરો કપાઈ રહ્યાં છે એમ ખેતરોમાંથી દિપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે જેથી સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ હિંસક દિપડાઓ ગમે તે સમયે જાહેર માર્ગ પર ફરતા જોવા મળી રહ્યા છે જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.જેમાં ખાસ કરીને પૂર્ણા નદીના કિનારે આવેલ ગામોમાં રાત્રિના સમયે ઝાડીમાં, કોતરોમાંથી ગમે તે સમયે દિપડા જોવા મળે છે. જેમાં ગતરોજ પેલાડબુહારી ગામના ધર્મેશભાઈ પટેલ રાત્રિના સમયે બાઈક પર પસાર થઇ રહ્યા હતા તે સમયે ગાંગપુર-પેલાડબુહારી માર્ગ ઉપર રાજુભાઈ અને સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલના ખેતર નજીક બાઈકની લાઈટ પડતાં ઝાડીમાં છુપાઈ ગયો હતો. જોકે રાત્રિના સમયે દિપડા ફરતા હોવાથી પાંજરું મૂકી પાંજરામાં પુરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે જેથી વનવિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પાંજરૂ ગોઠવવામાં આવે એ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application