તાપી જિલ્લાના આદિવાસી સમાજના સાચા આદિવાસીઓને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે 37 જાતના પુરાવા માંગવામાં આવતા મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ ભારતીય ટ્રાયબલ પાર્ટીના તાપીના અધ્યક્ષ સમીરભાઈ નાઈકના અધ્યક્ષ સ્થાને તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત અધિકારી નિઝર મારફતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. સાચા આદિવાસીને જાતિના પ્રમાણપત્ર મેળવવા મામલતદાર કચેરીઓમાં અરજદારઓ પાસેથી પિતા, દાદા, પરદાદા, જન્મ રજીસ્ટરના ઉતારા, શાળામાં પ્રવેશના ઉતારા, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણ, 7/12ની નકલો 37 પુરાવા માંગવામાં આવે છે અને એક પુરાવો ન હોય તો દાખલો અપાતો નથી.
જેથી સાચા આદિવાસીને જાતિના દાખલાઓથી વંચિત રાખે છે. આદિવાસીઓએ મજૂરી કરીને તેમજ વરસાદી આધારિત ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. જેઓ જાતિના દાખલા કાઢવવા પુરાવા કામકાજ છોડીને ધક્કા ખાઈ રહ્યા છે જેથી જિલ્લામાં સાચા આદિવાસી લોકો ત્રાસી ગયા છે વધુમાં તા.19મી સપ્ટેમ્બર 2020ના સરકારના જાહેરનામાનું ખાસ કરીને કેટલાંક લોકો માટે ચુસ્તપણે અમલ કરવામાં આવે તે યોગ્ય છે. જુના નિયમ મુજબ જાતિના દાખલાઓ નહી કાઢી આપવામાં આવે તો આવનાર સમયમાં સરકારને મોટુ જન આંદોલનનો સામનો કરવો પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500