વાલોડ ગ્રામ પંચાયતમા એડિશનલ તલાટીની જગ્યા ખાલી હોવાથી મુખ્ય તલાટી-કમ-મંત્રીને કામોનુ ભારણ વધુ હોય છે, એડિશનલ તલાટીની વાલોડ ગ્રામ પંચાયતમાં મહેકમ મંજુર હોવા છતાં જગ્યા ખાલી છે. જો એડિશનલ તલાટી હાજર હોય તો મુખ્ય તલાટીની ગેરહાજરીમાં અરજદારોના કામો સરળતાથી થઈ શકે અને કામનું ભારણ ઓછું થઈ શકે તેમ છે. વાલોડ મોટી ગ્રામ પંચાયત છે. જેમાં 2011ની વસ્તી ગણતરી મુજબ વાલોડ ગામની વસ્તી 16075 જેટલી છે, જેની સામે આજે 10 વર્ષ પછી વાલોડ ગામની વસ્તી 19 હજાર જેટલી હોવાની હાલ ગણિત મંડાઈ રહ્યું છે. ત્યારે વાલોડ ગામમાં મુખ્ય તલાટી-કમ-મંત્રી જો રજા ઉપર હોય તો અરજદારોને લગ્ન નોંધણી, આવકના દાખલા, વેરા વસુલાત, જમીન મહેસુલ, સરકારી યોજનાઓના દાખલાઓ, યોજનાઓની સમજ, આવાસ યોજના, વિધવા સહાય ફોર્મ ભરવા સિવાય કામો માટે અરજદારોએ ધક્કા ખાવા પડે છે. જેથી વાલોડમાં સરકારી જમીનો પર દબાણો, બાકી વેરા વસૂલાતો, સરકારી કામો પર તલાટી દેખરેખ રાખી શકતા નથી.
જેને કારણે વેરા બાકી વસુલતો, સરકારી જમીનો પર દબાણો અને વિકાસના કામોમાં થતી ગેરરીતિઓ સામે જોવાની પણ ફુરસદ તલાટીને મળતી નથી અને આવા કામો રોજમદારોના ભરોસે કામો કરવામાં આવી રહ્યા છે, માત્ર વિકાસના કામોનું નિરીક્ષણ, દેખરેખ, માપો લીધા વિના કોન્ટ્રાક્ટરો જે ફાઈલ લાવે તેની ઉપર સહી કરી કામો પાસ થઈ જાય છે અને ચુકવણું કરી દેવામાં આવે છે અરજદારોનાના કામો કરવા પડે છે, 19 હજારની વસ્તીની સામે એડિશનલ તલાટીની પણ મેહકમ મંજુર હોય તેમ છતાં એક જ તલાટીથી ગાડું ચલાવવામાં આવે છે.
આમ, એક તલાટી આટલા મોટા ગામનું સંચાલન કઈ રીતે કરી શકે તે પણ એક પ્રશ્ન છે, અરજદારો ધક્કા ખાઇ કંટાળી જતા હોય છે. સામાન્ય જેવા કામો માટે બે ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે, ત્યારે કામોનો અંત આવે છે. વાલોડને નવ માસ પહેલા એડિશનલ તલાટી હતા પરંતુ તે તલાટી તાલુકા પંચાયતમાં જ કામગીરી કરતા હતા જેને કારણે ત્યારે પણ લોકોને રાહત તો ન જ હતી અને ધક્કા ખાઈને જ પોતાના કામો કરવા પડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500