ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામમાં રહેતો એક યુવક સોનગઢ હાઈવે ઓટા ચાર રસ્તા પાસેથી દારૂના મુદ્દામાલ સાથે ઝડપાતા તાપી એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગત તા.09મી ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, એક ઓટો રીક્ષા નંબર જીજે/26/ટી/2239માં વિદેશી દારૂનો જથ્થો સોનગઢમાં આવનાર છે. જે બાતમીના આધરે પોલીસ સોનગઢના સેન્ટ્રલ ચાર રસ્તા પાસે વોચમાં હતી તે સમયે સોનગઢ હાઈવે ઓટા ચાર રસ્તા તરફથી બાતમીવાળી રીક્ષા આવતા જોઈ તેને લાકડીના ઈશારો કરતા રીક્ષા ચાલકે તેની રીક્ષા ઉભી રાખી હતી ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા, હિરાલાલભાઈ રાવજીભાઈ ગામીત (રહે.નિશાળ ફળિયું, કટાસવાણ ગામ, ઉચ્છલ) જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે રીક્ષાની તપાસ હાથ ધરતા રીક્ષાની અંદરના ભાગે પ્લાસ્ટીકના મીણીયાના થેલામાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ 216 બાટલીઓ મળી આવી હતી અને પોલીસે પાસ પરમીટની માંગણી કરતા તેની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે યુવકને પૂછતા આ માલ ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાના છે તો જાણવા મળ્યું હતું કે, નવાપુરથી ભરી લાવી વ્યારાના મદાવ ગામે રહેતા નરેશભાઈ બાલુભાઈ ગામીતએ મંગાવેલ હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે દારૂની 216 બાટલો જેની કીંમત રૂપિયા 14,400/- તેમજ રીક્ષાની કીંમત 50 હજાર તથા 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 69,400/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500