ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેના ઉચ્છલ-નિઝર જાહેર રોડ ઉપરથી જાહેરનામાનો ભંગ કરનાર એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો બુધવારે બપોરે ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેના ઉચ્છલ-નિઝર જાહેર રોડ ઉભા હતા. તે સમયે નિઝર તરફથી આવતી એક અતુલ કંપનીની ઓટો રીક્ષા નંબર જીજે/15/એયુ/0268નો ચાલક કિરણભાઈ દિલીપભાઈ વસાવા રહે.ટોકરવા ગામ, નિશાળ ફળિયુ, ઉચ્છલનાએ પોતાની તથા પેસેંજર વચ્ચે કોઈપણ પ્રકારનું સેફ ડીસટન્સ રાખ્યા વગર તેમજ પોતે મોઢે માસ્ક પહેર્યા વગર આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે કિરણ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application