Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં કાકડવા ગામના યુવકને માઠું લાગી આવતા ઝેર ગટગટાવ્યુ

  • March 26, 2021 

ડોલવણ તાલુકાના કાકડવા ગામના ઢોડીયાવાડ ફળિયામાં રહેતી વર્ષાબેન ચંદ્રકાન્તભાઈ પટેલ જે સામાન્ય મજુરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષાબેન સાંજના સમયે ઘરે તેમના દીકરો ચિંતનએ ખાવાની માંગણી કરી હતી અને રસોઈમાં શાક બનાવેલ હતું, વર્ષાબેન એ દીકરાને કહ્યું કે, હું રોજ-રોજ દાળ ક્યાંથી લાવું એમ કહેતા ચિંતનને ખોટું લાગી આવતા ઘરની બહાર નીકળી ગયો હતો.

 

 

 

 

ચિંતન ઘરની બહાર ગયા બાદ તેણે માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લીધ્યા બાદ ચિંતનને સારવાર અર્થે ગડતની પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબિયત વધારે ખરાબ હોવાથી વ્યારાની જનક હોસ્પિટલમાં ખાસેસ્વામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ચિંતનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડોલવણ પોલીસને જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ  ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application