વાલોડના રાનવેરી ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે સમય દરમિયાન ખાનગી રહે મળેલ બાતમીના આધારે, વાલોડ તાલુકાના રાનવેરી ગામમાં રહેતી ગીતાબેન હરીશભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયી હતી.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈની ફરિયાદના આધારે ગીતા ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500