વ્યારા તાલુકાના બાલપુર ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલિસ સ્ટાફના માણસો પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, બાલપુર ગામના દાદરી ફળિયામાં રહેતી 43 વર્ષીય મીરાબેન દેવસીંગભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયી હતી.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જરાજસિંહભાઈની ફરિયાદના આધારે મીરા ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500