સોનગઢ તાલુકાના ગુણસદા અને ઉકાઈ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં ગુજરાતનો સૌથી મોટો પેપર બનાવાનો પ્લાન્ટ જે.કે.પેપર લિમિટેડ યુનિટ સીપીએમ મિલ કાર્યરત છે. આ મિલમાં બે વર્ષ પહેલા નવો પ્લાન્ટ શરુ કરવાની પરવાનગી બાબતની કાર્યવાહી વખતે સ્થાનિક ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્યો તથા આગેવાનો સાથે બેઠક થઈ હતી એમાં પ્લાન્ટ આવવાથી સ્થાનિક 1000 થી 1200 જેટલા લોકોને રોજગારી મળશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, હાલ હવે નવો પ્લાન્ટ શરુ થવાની તૈયારી થઈ રહી છ ત્યારે સ્થાનિક બેરોજગાર યુવકોને રોજગારી મળશે એવી આશા ખોટી પડી છે અને રોજગારીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.
આમ, રજૂઆતકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવેલ મુખ્ય માંગણીઓ પ્રમાણે સ્થાનિક ગ્રામ પંચાયત વિસ્તારમાં વસવાટ કરતા યોગ્ય ઉમેદવારોને ટેકનીકલ અને નોન ટેકનીકલ સાઈડ પર ભરતી કરવામાં આવે એ સાથે જ એન્જિનિયરો અને કોન્ટ્રાકટર હેઠળના કામોમાં પણ સ્થાનિક કામદારોની ભરતીને પ્રાથમિકતા આપવામાં આવે પ્રદુષણ બાબતે તપાસ કરવામાં આવે એ અંગે કલેકટરને રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application