Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી પુરઝડપે રીક્ષા હંકારી લાવતો શખ્સ ઝડપાયો

  • May 07, 2021 

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેથી પુરઝડપે રીક્ષા હંકારી લઈ આવતા ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન નવાપુરથી ખાબદા ગામ તરફ જતા રસ્તા પર એક અતુલ કંપની રીક્ષા નંબર જીજે/26/ટી/4687નો ચાલક જયરામભાઈ ગમનભાઈ ગામીત રહે.મીરકોટ ગામ, કારભારી ફળિયું ઉચ્છલનાએ પોતાના કબ્જાની રીક્ષા લાઈસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે જયરામ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application