તાપી જિલ્લામાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંગે ક્લેકટરના અધ્યક્ષ સ્થાને તાલુકા સેવાસદન નીઝર ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠક્માં કોવિડ-19 વેક્સિન જાગૃતિ અભિયાન થકી વધુમાં વધુ લોકોને રસીકરણ કરાવવા પ્રેરિત કરવા ક્લેકટર હાલાણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, લોકભાગીદારી થકી ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અને “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હેઠળ ટીમ નિમણૂંક કરવામાં આવી હતી.
ગ્રામ્યકક્ષાએ રચવામાં આવેલ ટીમના સહયોગથી ગામને કોરોના મુક્ત બનાવવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર નીઝર, લાયઝન અધિકારી, તાલુકા વિકાસ અધિકારી નીઝર, તથા તાલુકાના પદાધિકારીઓ, સરપંચો, દુધ મંડળઓના પ્રમુખ/મંત્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500