Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા વાઘસેપા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • June 13, 2021 

ઉચ્છલનાં મોટા વાઘસેપા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શનિવારે પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, મોટા વાઘસેપા ગામમાં રહેતા કાતમાભાઈ શીવાભાઈ વસાવાએ વગર પાસ પરમિટે એક પ્લાસ્ટીકના કેનમાં પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂના મુદામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈની ફરિયાદના આધારે કાતમા વસાવા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application