ડોલવણના ચાર રસ્તા ફળીયામાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જીલ્લા એલસીબી પોલિસ સ્ટાફના માણસો સરકારી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, ડોલવણના ચાર રસ્તા ફળિયામાં રહેતા ફૂલસીંગભાઈ અભેસીંગભાઈ ચૌધરી જે પોતાના ઘરે દેશી દારૂ વેચાણ કરતો તેમજ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ શશીકાંતભાઈની ફરિયાદના આધારે ફુલસીંગ ચૌધરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500