વ્યારા તાલુકાનાં વડકુઈ ગામનાં ડુંગરી ફળિયામાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલિસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, વડકુઈ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા વિશ્વાભાઈ ગંજીભાઈ ગામીતના ઘરની તપાસ હાથ ધરતા ઘરમાંથી દારૂની તીવ્ર વાસ આવતા તેમજ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈની ફરિયાદના આધારે વિશ્વા ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500