વાલોડના દેગામાં ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલિસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, દેગામા ગામના ટાંકલી ફળિયામાં રહેતો, સન્મુખભાઈ અમાભાઈ ચૌધરી વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈની ફરિયાદના આધારે સન્મુખ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500