Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીકાકુઈ ગામે આડો સબંધ હોવાના વહેમમાં 2 જણા વચ્ચે મારામારી

  • August 10, 2021 

સોનગઢના કીકાકુઈમાં માતા સાથે આડો સબંધ ધરાવતા હોવાના વહેમમાં બે જણા વચ્ચે મારામારી થઇ હતી. જોકે મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢના કીકાકુઈ ગામના પટેલ ફળીયામાં રહેતો રાકેશભાઈ દેવજીભાઈ ગામીતએ તા.8મી ઓગસ્ટ નારોજ હરેશ ગામીતને જણાવેલ કે, તું મારી માતા સાથે કેમ આડો સબંધ રાખે છે ? તેવું જણાવતા હરેશે જણાવેલ કે, અગાઉ તારી માતા સાથે માટે આડો સબંધ હતો. પરંતુ ઘણા વર્ષોથી કોઇપણ સબંધ નથી. તેવું જણાવતા હરેશ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને રાકેશને ગમેતેમ ગાળો આપી તેના હાથમા ના લાકડાથી રાકેશને ડાબા હાથમાં તથા માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી તેમજ રાકેશના ડાબા તહે ફેક્ચર પહોંચતા મામલો સોનગઢ પોલીસ મથકે પહોચ્યો હતો. બનાવ અંગે રાકેશભાઈ ગામીતની ફરિયાદના આધારે હરેશ ગામીત સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application