Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી નશાની હાલતમાં બાઈક હંકારી લાવતો ઈસમ ઝડપાયો

  • May 06, 2021 

ઉચ્છલના ત્રણ રસ્તા પાસેથી નશાની હાલતમાં બાઈક હંકારી લાવતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન ઉચ્છલના ત્રણ રસ્તા પાસેથી પસાર થતો ઉચ્છલ નિઝર જાહેર રોડ ઉપર, એક બ્લ્યુ કલરની સ્પ્લેન્ડર મોટર સાઈકલ નંબર જીજે/26/પી/4018નો ચાલક ભીમસીંગભાઈ હીરજીભાઈ વસાવા રહે.સેલુડ ગામ દાદરી ફળિયું, ઉચ્છલ નાએ વગર પાસ પરમીટે કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબ્જાની બાઈક વાંકી ચૂંકી હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં  ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે ભીમસીંગ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application