Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામલી ગામે જુગાર રમાડતા ઈસમ સામે ગુનો નોંધાયો

  • June 14, 2021 

ઉચ્છલ તાલુકાના જામલી ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી રવિવારે બપોરે પ્રોહી. જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, જામલી ગામના, નવી જામલી ફળિયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન સ્થળ પરથી દેવરામભાઈ માલજીભાઈ વસાવા જે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયો હતો. પકડાયેલ ઈસમ પાસેથી પોલીસે જુગારના સાધનો સહિત રોકડ રૂપિયા 1020/-નો મુદ્દામાલ જપ્ત કરી દેવરામ વસાવા વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application