વાલોડ તાલુકામાં ગતરોજ કડાકાભડાકા સાથે 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી તે સમય દરમિયાન વિરપોર ગામે વિજળી પડતા 1 ગાયનું મોત નિપજયું હતું. બનાવની વિગત એવી છે કે, ગતરોજ બપોરના સાડા ત્રણ વાગ્યેના અરસામાં વાદળ છાયું વાતાવરણ બની ગયું હતું અને કાળાં દિમાંગ વાદળો ઘેરાયા હતા તેમજ કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકધારો વરસાદ સાથે ભયંકર વિજળીના ચમકારા થયા હતા. વિરપોર ગામના પશુપાલક શૈલેષભાઈ હીરાભાઈ પટેલના ઘરની બાજુમાં નાળીયેરીના ઝાડ સાથે ગાય બાંધેલી હતી જ્યાં નાળીયેરીના ઝાડ પર વિજળી પડી હતી અને સીધી ગાય પર પડતાં ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ લોકો દોડી આવ્યા હતા અને આ નાળીયેરીના નજીક આંબા સાથે બે ગાય બાંધેલી હતી. પરંતુ નાળીયેરી વૃક્ષને ચીરીને બહાર વિજળી પડી હતી જેથી ગાયનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સ્થળે સરપંચ અને ગામજનો અને વાલોડ પશુચિકિત્સામાંથી ડોક્ટર આવી ગયા હતા અને પંચકયાસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application