વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. વ્યારા જે જુના ઢોડિયાવાડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજીસ્ટ્રાર તાપીને એક અરજ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દૂધ ઉત્પાદક મંડળીમાં વર્ષોથી દૂધ ભરતા આવેલ છે, દૂધ મંડળીનો વહીવટ સંપૂર્ણ પારદર્શક અને સભાસદ માટે યોગ્ય છે, મંડળીના વહીવટ સામે કોઇપણ પ્રકારની ફરિયાદ નથી, મંડળીનો વહીવટ ખૂબ જ રીતે સારી રીતે ચાલી રહેલ હતો છતાં છેલ્લા કેટલાક સમયથી દૂધ ભરતા ભૂમિત કંસારા, ધર્મેશભાઈ મંગાભાઈ, મનીષ ઠોડીયાનાઓ મંડળીના વહીવટ ઉપર ખોટા ખોટા સવાલો ઉભા કરી દૂધ ભરવાના સમયે દૂધ મંડળીના કર્મચારીઓ સાથે ગમે તે બાબતોમાં મંડળીમાં લડાઈ ઝઘડો કરતા આવેલ છે, સભાસદોને ગેરમાર્ગે દોરી જાતિવાદ પણ સહકારી ક્ષેત્રમાં દાખલ કરવા માંગે છે જેથી સહકારી મંડળીનો હેતુ સહકારથી કાર્ય કરવાનો છે તે હેતુની વિરુદ્ધ જઈ સહકારી ક્ષેત્રને નુકસાન પહોંચાડવા સભાસદોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહેલ છે અને મંડળીના હોદ્દેદારો ઉપર ખોટા આક્ષેપો કરી રહેલ છે.
જેમાં અરજ કરનારાઓ સુનિલભાઈ ગામીત અને આદિલ પઠાણ તથા કેટલાક સભાસદોએ સહી કરી મંડળીના વહીવટ બાબતે કેટલાક સભ્યોને મંડળીના વહીવટ સાથે કે મંડળીના કર્મચારી સાથે કોઈ વાંધો કે તકરાર નથી. મંડળીનો વહીવટ ચોખ્ખો ચાલતો હોવા છતાં અસામાજિક તત્વો મંડળીમાં રાજકારણ લાવી પોતાનું શાસન લાવવા અને ચલાવવા સભાસદોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ઘડી રહેલ હોય, જેથી સહકારી દૂધ ઉત્પાદન મંડળીમાં લોકોનો હિત સમાયેલું હોય ત્યારે ખોટી પ્રવૃતિને અટકાવવા તેમણે માંગણી કરી હતી તથા સહકારી ક્ષેત્રમાં હવે અસામાજિક પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500