તાપી જિલ્લામાં કાકરાપાર રસ્તા ઉપર ગત નવેમ્બર-2020માં બે મહિલા પોલીસ કર્મચારીઓ સ્મિતાબેન ગામીત અને પ્રીતિકાબેન ગામીતના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. જોકે યુવાવયે બંને મહિલા પોલીસકર્મીઓના મોતને ઘટનાને પગલે પરિવારજનો, પોલીસ પરિવાર સહીત સમગ્ર જિલ્લામાં ગમગીન છવાઈ હતી. મૃતક બંને મહિલા પોલીસકર્મીઓને પરિવારજનોને ચેક વિતરણ કાર્યક્રમ ગતરોજ વ્યારા એસ.બી.આઈ શાખા ખાતે યોજાયો હતો. ભારતીય સ્ટેટ બેંક વ્યારા શાખા દ્વારા 30-30 લાખની રકમ ચેક મૃતકના વારસદાર હરીશ ભાઈ તકાલસિંહ ગામીત (સ્વ.સ્મિતાબેન ગામીતના પિતા) અને ભુપેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગામીત (સ્વ.પ્રીતિકાબેન ગામીતના પતિ)ને એસ.બી.આઈ.ના પોલીસ સેલારી પેકેજ ખાતા હેઠળ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે તાપી જિલ્લાનાં ડી.વાય.એસ.પી. તથા ભારતીય સ્ટેટ બેંકના ક્ષેત્રીય મેનેજર, વ્યારા શાખાના મેનેજર અને મૃતકોના પરિવારજનો હાજર રહ્યા હતા. એસ.બી.આઈ.ના ક્ષેત્રીય મેનેજરે બંને પરિવારના સભ્યોને સાંત્વના આપી અને બેંકની એટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વિમા યોજના તથા વિવિધ સેલેરી પેકેજમાં સેલેરી ખાતામાં 30 લાખથી 1 કરોડ સુધીનો વીમો સમાવેશ થતો હોવાનું જણાવી વિવિધ યોજનાની સમજુતી આપી હતી. તાપીના ડી.વાય.એસ.પી.એ બેંક ગ્રાહક સેવાને બિરદાવી બેંકના અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application