Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના બોરદા ગામે પાંચમા ધોરણની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં : આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધાયો

  • September 27, 2021 

સોનગઢના બોરદા વિસ્તારના એક ગામની શાળાના આચાર્યએ ધોરણ-૫માં ભણતી સગીર વિદ્યાર્થિની સાથે શાળામાં શારીરિક અડપલાં કરતા આચાર્ય વિરુદ્ધ સોનગઢ પોલીસે ગુનો નોંધાયો છે.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ બોરદા ગામની એક શાળાના આચાર્ય નરપતભાઈ વસાવા ગત તા.24/09/2021ના રોજ ધોરણ પાંચમાં ભણતી એક વિદ્યાર્થીને સાફસફાઈ કરવા માટે એકાંત સ્થળે લઈ ગયો હતો. ત્યાં સવારે 10.00 વાગ્યાના અરસામાં આચાર્યએ એકલતાનો લાભ ઉઠાવી સગીરાના છાતીના ભાગે તથા શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. તેથી હેબતાઈ ગયેલી વિદ્યાર્થિનીએ પોતાના માતા-પિતાને આચાર્યએ કરેલી હરકતની જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વિદ્યાર્થિની સગીર હોવાનું જાણતા હોવા છતાં તેની સાથે શારીરિક અડપલા કરનાર શાળાના આચાર્ય નરપત વસાવા રહે.માંડવીપાણી તા.સોનગઢ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application