સુર્યવંશી મનિષા/વ્યારા : વાલોડ તાલુકાનાં કહેર ગામે કહેરથી મઢી જતા રસ્તા ઉપર હનુમાનજીનાં મંદિર પાસે વળાંકનાં આગળ ગરનાળા પાસે એક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઈજાના કારણે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વાલોડનાં કહેર ગામનાં રબારી ફળિયામાં રહેતા, વિમલભાઈ ભુલાભાઈ રબારી જે ગત તા.11મી ડીસેમ્બરનાં રોજ સાંજના સમયે કહેર ગામનાં સીમમાંથી પસાર થતો કહેરથી મઢી જતા રસ્તા ઉપર હનુમાનજીનાં મંદિર પાસે વળાંકનાં આગળ ગરનાળા પાસે પોતાના કબ્જાની બજાજ પ્લેટીનાં બાઈક નંબર જીજે/26/આર/1806 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી.જોકે બાઈક ચાલક વિમલભાઈ રોડ પર પડી જતા માથાના પાછળના ભાગે તથા માથાના ડાબી સાઈડે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ 108ની મદદથી બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સુરત યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે લાલુભાઈ રબારીના ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application