વ્યારા નગરના કાનપુરા વિસ્તારનાં નવી વસાહતના રહીશ શારદાબેન શાંતિલાલભાઈ પંડ્યા બજારમાં ગયા હતા. તે સમય દરમિયાન વૃદ્ધાના ગળામાં પહેરીલી સોનાની ચેઈન કોઈકે ખેંચવાના પ્રયાસ કરતા વૃદ્ધાને ગળામાં આંચકો લાગતા બુમાબુમ કરતા બજારમાં લોકો એકઠા થઈ નજીકમાં ઉભેલી ત્રણેય મહિલાઓને ઘેરીને લીધી હતી.
લોકોની ભીડ જોઈ સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વૃદ્ધ મહિલના ગળામાંથી ચેઈન ખેંચવાનો પ્રયાસ કરતી ત્રણ મહિલાઓને લોકોએ ઝડપી પાડી હતી. ત્રણેય ચેઈન સ્નેચર મહિલાઓ સુરતની હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તાપી જીલ્લાના વ્યારા બજાર વિસ્તારમાં સુરતની મહિલાઓ ચોરી કરવાના ઈરાદે આવી હોવાનું જણાતા રાધાબેન કૈલાશભાઈ રાધેશ્યામ લોઢે(રહે.સુરત), હરસીદાબેન મનોજભાઈ મદન ખડશે(રહે.સુરત), તથા મિલનબેન લાલાભાઈ દશરથ બુદ્ધ(રહે.સુરત)એ એકબીજાની મદદથી શારદાબેન પંડ્યાના ગળામાં પહેરેલ સોનાની ચેઈન તોડી ચોરી કરવાની કોશિશ કર્યાનો ગુનો કબુલ કર્યો હતો. આ બનાવ અંગે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500