Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીઆરડીના 3 જવાનોએ ટ્રકના ડ્રાઈવર અને કલીનરને મારમારી રૂપિયા 2000 કઢાવ્યા, ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • September 30, 2021 

વાલોડ તાલુકામાંથી પસાર થતો સુરત ધુલિયા હાઈવે ઉપર સુમુલ ડેરી નજીક જીઆરડી જવાનો ફરજ પર હાજર હતા તે સમયે એક ટ્રક ઉભી ન રહેતા જીઆરડીના જવાનો તેની પાછળ જઇ ડ્રાઇવર તથા ક્લીનરને ટ્રકમાંથી ઉતારી મારમારી રૂપિયા 2000 કઢાવી લીધા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

 

 

 

 

 

બનવાની વિગત એવી છે કે, બાડમેર રાજસ્થાનના પ્રેમગીરી ચંદનગીરી ગોસ્વામી અને તેની સાથે ક્લીનર તરીકે વિક્રમકુમાર બાડમેરનાઓ સાથે ટ્રક નંબર આરજે/19/જીબી/0925 લઈને અમદાવાદથી પરચુરણ મશીનરી ભરી બેંગલોર જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રે અઢી વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે ઉપર બાજીપુરા સુમુલ ડેરી પાસે આવેલ પોલીસ ચેકપોસ્ટ ઉપર પહોંચતા જીઆરડીઓના માણસો હાજર હતા અને તેમણે ટ્રકને ઉભી રાખવા કોશિશ કરતા ડ્રાઈવરને એવું લાગેલ કે જીઆરડીના માણસોની ઇકો ગાડી સાથે ઘસાઈ ગયેલ હોવાનું જાણ થતા તેઓએ ટ્રક ઉભી રાખવા જણાવતા ટ્રક આગળ જઈ સાઈડમાં ઉભી રાખી હતી ત્યારબાદ જીઆરડીના માણસો ટ્રક પાસે આવી ડ્રાઇવર અને ક્લિનરને ટ્રકમાંથી નીચે ઉતારી ડ્રાઈવરને કહેવા લાગેલા કે, ટ્રક ઉભી રાખવા કહેલ તેમ છતાં ટ્રક કેમ સ્થળ પર ઉભી રાખી નહી તેવું કહી ડ્રાઇવરને ગાળો આપવા લાગ્યા હતા તથા ક્લીનર વિક્રમકુમારને જીઆરડીનાં જવાનોને સમજાવવા જતાં ત્રણેય ઈસમોએ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ગાડીના કાગળો અને બિલટી લઇ લીધેલ અને કહેવા લાગેલ કે, તને ગાડીના કાગળ જોઈતા હોય તો રૂપિયા 2000 આપી દે એવું કહી મારામારી ડ્રાઇવર અને કલીનર મારમાર્યો હતો.

 

 

 

 

 

ત્યારબાદ ટ્રકમાં બેસી વ્યારા તરફ જતા રોડ ઉપર સૌભાગ્ય હોટલ તરફ ટ્રક લાવેલ અને પાછળ ઇકો ગાડી નંબર જીજે/21/સીએ/1329 લઈને આવેલા અને સૌભાગ્ય હોટલની સામે ખુલ્લી જગ્યામાં ટ્રક ઉભી રાખેલી ત્યાં ત્રણેય ઈસમોએ ડ્રાઇવર અને કલીનરને નીચે ઉતારી બોલાચાલી કરી કાગળો જોઈએ છે કે નહિ કહી અને કાગળો જોઈતા હોય તો એવી ધમકી આપી ડ્રાઇવર તથા ક્લીનરને મારમારવા લાગ્યા અને આ મારામારી દરમિયાન વિક્રમકુમાર નીચે પડી જતા તેના માથામાં ઇજા થયેલ હતી, જેના કારણે બંને ડરી જતા તેમને જીઆરડીના માણસને રૂપિયા 2000 આપી દીધા હતા અને ત્યારબાદ જીઆરડીના માણસઓએ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા કાગળો પાછા આપી દીધા હતા. આમ, ત્રણેય ઈસમોએ જણાવેલ કે, આજે તો તને છોડી દીધો બીજી વાર મળશે તો જાનથી મારી નાખીશું કહી ઈકોમાં બેસી જતા રહ્યા હતા.

 

 

 

 

 

જોકે, ક્લિનરના માથાના ભાગે ઇજાઓ થઇ હોવાથી તેને 108ને ફોન કરતાં સ્થળ પર આવતા ડોક્ટરે ક્લિનરને સારવાર આપી હતી. આમ, ડ્રાઈવરે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ કરવાની હોય સૌભાગ્ય હોટલના કર્મચારીઓના પૂછપરછ કરી બાજીપુરા ચેકપોસ્ટ પર આવી વાલોડ પોલીસમાં લાગતું હોવાનું જણાવતા ડ્રાઈવરે જીઆરડીના ઈસમો વિરૂદ્ધ વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ડ્રાઈવરે જીઆરડીના ત્રણેય જવાનોને ઓળખી બતાવ્ય હતા જે પૈકી મયુરભાઈ રમેશભાઇ ચૌધરી, પ્રશાંતકુમાર વિનુભાઈ પટેલ અને ચંદ્રેશભાઇ જયંતીભાઈ પટેલ હોવાનું જાણવા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application