Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી 181 અભયમ ટીમે કાકા સસરા અને વહુનાં ઝગડાનું નિરાકરણ લાવી સમાધાન કરાવ્યું

  • May 23, 2024 

તાપી 181 મહિલા હેલ્પ લાઈન ટીમમાં મદદ માટે ઉચ્છલ તાલુકાનાં વિસ્તારમાંથી પીડિતાનો કોલ આવતા જણાવ્યુ કે, મારા કાકા સસરા વ્યસન કરી મને હેરાન કરે છે. લડાઈ ઝોગડો તેમજ તેમને મારપીટ  કરવાની ધમકી આપતા ગમે તેવા અપશબ્દો બોલી ઝગડો કરે છે જેથી 181 અભયમની મદદની જરૂર છે. જેથી 181 અભયમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચતા જાણવા મળેલ કે, પીડિતાએ જણાવેલ કે તેમના  કાકા સસરા અલગ રહે છે કડીયા કામ કરવા જાય છે. ત્યાં કોઈ પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ છે અને તેમની સાથે મોબાઇલ પર વાતચીત કરે છે.


દરરોજ વ્યસનની હાલતમાં રહેતા હોવાથી તેમની પત્નીને દરરોજ અપશબ્દો બોલી અને ગાળાગાળી કરેલ જેથી તેમની પત્ની તેમના પિયરમાં એક મહિનાથી રહેવા માટે જતા રહ્યા હતા. જેથી પીડિત બેનને તેમના કાકા સસરા મારી પત્નીને તમે તેમના પિયરમાં મોકલી આપેલ છે. જે બાબતે પીડીત બેન અને તેમના પરિવાર સાથે દરરોજ અપશબ્દો બોલી ખોટી રીતે હેરાનગતી કરે છે. જેથી તેમના કાકા સસરા વ્યસન કરી ઘરે લડાઈ ઝઘડો કરવા આવતા મારપીટ કરવાની ધમકી આપતા પીડીતાએ 181 અભયમની મદદ લીધી હતી.


જેથી કાકા સસરાને કાયદાકીય સમજણ આપેલ જણાવેલ કે, હવે પછી હું વ્યસન છોડી મારી પત્નીને ઘરે લઈ આવી તથા અન્ય મહિલા‌ સાથે પ્રેમસંબંધ રાખીશ નહીં અને પીડિત બેન તથા તેમના પરિવાર સાથે હવે પછી આ બાબતે કોઈ પણ લડાઈ ઝઘડો કરીશ નહીં અને મારપીટ કરવાની ધમકી આપીશ નહીં જેની લેખિતમાં બાંહેધરી આપતા પીડીતાએ જણાવેલ તેમને આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોય તેમજ કાકા સસરાને સમજાવવા હોવાથી તેમની ભુલ સ્વીકારી હોવાથી કાકા‌ સસરા અને વહુ વચ્ચે સુ:ખદ સમાધાન કરાવેલ પીડીતાના મદદ બદલ 181 તાપી અભયમને આભાર વ્યક્ત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application