Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરબી દૂર્ઘટના મામલે પીએમ મોદી પર ટ્વીટ કરી અફવા ફેલાવવા મામલે TMCના પ્રવક્તાની ધરપકડ

  • December 07, 2022 

મોરબી કેબલ બ્રિજ પર અફવા ફેલાવવા બદલ ગુજરાત પોલીસે TMC પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ ગુજરાત પોલીસ દ્વારા કરાઈ છે અને અમદાવાદ લવાયા છે. સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરે દાવો કર્યો હતો કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ PM મોદીની ગુજરાતમાં મોરબી મુલાકાત ગોઠવવા પાછળ રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મામલે અફવા ફેલાવવા બદલ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી સાકેત ગોખલેની ધરપકડ કરી હતી અને આજે અમદાવાદ કોર્ટમાં 8 ડીસેમ્બર સુઘીના રીમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.





કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં હાજર કરાતા રીમાન્ડ વધુ દિવસના માંગવામાં આવ્યા હતા પરંતું 8 તારીખ બપોર 12 વાગ્યા સુધી રીમાન્ડ મંજૂર કરાયા છે. કોર્ટમાં લઈ જવાતા મીડિયા સાથેની વાતચીતમાં સાકેત ગોખલેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વિડંબનાની વાત છે કે પૂલ અકસ્માત બાદ પીએમ મોદીની મોરબી મુલાકાત અંગેના ટ્વીટ બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ઓરેવાના માલિક ફરાર છે.




આ હતો સમગ્ર મામલો


સાકેત ગોખલેએ ટ્વિટર પર એક ગુજરાતી અખબારના કટઆઉટ સાથે પોસ્ટ કર્યું હતું. જેમાં આરટીઆઈમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ મોદીની મોરબીની મુલાકાતના થોડા કલાકો માટે રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અંગે સાકેત ગોખલે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેના પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પીએમ મોદીને આવકારવા માટે ફોટોગ્રાફી પર 5.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોરબી મુલાકાત ગોઠવવા પાછળ રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પીએમનું ઈવેન્ટ મેનેજમેન્ટ 135 લોકોના જીવન કરતાં પણ વધારે છે. તેમ તેમણે કહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News