ડાંગ દરબાર હોલમા આહવામા 'નારી વંદન ઉત્સવ' અને 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત સ્વરોજગાર મેળો આયોજિત કરવામા આવ્યો હતો. ડાંગ જિલ્લા ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આજે દરેક વિભાગમા મહિલાઓની ભાગીદારી જોવા મળે છે.
ડાંગ જિલ્લામા દહેજના નહીવત કેસો જોવા મળે છે જે જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે. અનેક સમજો દીકરી બચાવવા આંદોલનો કરે છે, પરંતુ ડાંગનો આદિવાસી સમાજ દીકરી જન્મને વધાવી દીકરા સમાન દીકરીને મહત્વ આપે છે. ડાંગ જિલ્લાની દૂધમંડળીમા મહિલાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. ડેરી ઉધોગના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની છે.
વધુમા પટેલે સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત ઉપપ્રમુખએ જણાવ્યુ હતુ કે, આજે મહિલાઓ જુદા જુદા વિભાગો, સખી મંડળ, સ્વ સહાય જૂથો દ્વારા સ્વાવલંબન બની છે. દરેક વિભાગમા મહિલાઓ આગવુ પ્રતિનિધિત્વ ધરાવે છે. જે ગૌરવપૂર્ણ બાબત છે. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડાયરેક્ટએ મહિલાઓ માટે સ્વાવલંબન પુરી પાડતી તાલીમ સંસ્થા વિશે માહિતી આપી હતી. સાથે મહિલાઓ પોતાનો આર્થિક તથા સામાજિક સ્તર ઊંચો લાવી શકે તે માટે ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે પણ જાણકારી પુરી પાડી હતી. મદદનીશ અધિકારએ કુટિર ઉધોગની યોજનાકીય માહિતી પુરી પાડી હતી.
નારી વંદન ઉત્સવ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને રોજગાર પત્રો, વ્હાલી દીકરી ના પ્રમાણ પત્રો આપવામા આવ્યા હતા. મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામા આવી હતી તેમજ ગંગા સ્વરૂપા બહેનોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. 'બેટી બચાવો બેટી પઠાવો' માટે પ્રતિજ્ઞા લેવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500