સુરત શહેરમાં આગામી તા.૦૩/૦૧/૨૦૨૧ના રોજ યોજાનાર બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટર(વર્ગ ૨)ની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી શહેરના શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે, જે અનુસાર પ્રવર્તમાન કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી પરીક્ષા કેન્દ્રો પર આવનાર તમામ ઉમેદવારોએ ફરજિયાત માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્ર થવાં, સરઘસ કાઢવાની, કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં. બિનઅધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનો ઉભા રાખવા તેમજ વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ છે.
પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કે પરીક્ષાખંડમાં અધિકૃત સરકારી કર્મચારી સિવાય વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ રાખવા કે લઇ જવા નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500