પાંડેસરામાં દસ વર્ષથી હત્યાની કોશીષના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ગઈકાલે પોલીસે બાતમીના આધારે પ્રમુખ પાર્ક બ્રિજ પાસેથી ઝડપી પાડ્યા છે.
પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ ઍ.પી.ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીઍસઆઈ ઍ.જી.રબારી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે વખતે કોન્સ્ટેબલ રણવીરસિંહ પર્વતસિંહ અને પ્રતીક લક્ષ્મણભાઈને ઍવી બાતમી મળી હતી કે દસ વર્ષ પહેલા હત્યાની કોશીષના ગુનામાં નાસતા ફરતા ગગન સજાનંદ પોલાઈ (ઉ.વ.૩૨.રહે,અસનાબાદ ગામ ઓલપાડ) અને કાલુ અરીતો સ્વાઈ (ઉ.વ.૪૧, રહે, ગોપાનગર કડોદરા) પાંડેસરા પ્રમુખપાર્ક બ્રિજ પાસેથી પસાર થવાના છે જે બાતમીને વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી બંને જણાને ઝડપી પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application