Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હીરા દલાલ સાથે રૂપિયા ૮૬ લાખની ઠગાઈ

  • November 27, 2020 

કતારગામ વેડરોડ ખાતે રહેતા ટ્રાવેલ્સના માલીક અને અગાઉ હીરાનો ધંધો કરતા વેપારી સાથે કુલ રૂપિયા ૮૬ લાખની હિરાની ઠગાઈ થઈ છે. હીરાના ધંધામાં તેની સાથે કામ કરતા હીરા દલાલ હિરપરા પિતા-પુત્રઍ તેની પાસેથી તૈયાર હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચુકવ્યું ન હતુ અને વેપારીઍ પેમેન્ટ માટે ઉઘરાણી કરતા સમાધાનને બહાને ઘરે બોલાવી પેમેન્ટની ઉઘરાણી કરી તો મારી પાસે ઍવા માણસો છે કે હું કહીશ તો તમને જીવતા રહેવા દેશે નહી ઍટલે પેમેન્ટ ભુલી જાજો તેવી ધમકી આપી હતી.

 

 

 

 

બનાવ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ કતારગામ વેડરોડ આંગન બિલ્ડીંગ ખાતે રહેતા મૂળ ભાવનગરના મીઠાપરના દિપેન ઉર્ફે ટીના કરમશીભાઈ ધામેલીયા (ઉ.વ.૩૪) કતારગામ વાસ્તુકલા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાંદલ ટ્રાવેલ્સના નામથી ટ્રાવેલીંગનું કામકાજ કરે છે. આ અગાઉ દિપેન મુંબઈ માં હીરા દલાલીનું કામ કરતો હતો. ત્યારબાદ સુરત આવી પાંચેક વર્ષ સુધી મહિધરપુરા ભોજાભાઈની શેરીમાં કૈલાસ ચેમ્બરમાં ભાડેથી ઓફિસ રાખી હીરા લે-વેચનો ધંધો કર્યો હતો. જે ધંધો ઍક વર્ષથી બંધ કરી દીધો હતો. દિપેનની દસ વર્ષ પહેલા રાકેશ વલ્લભ હિરપરા સાથે ઓળખાણ થઈ હતી. અને બે વર્ષથી તેની સાથે હિરા લે વેચનો ધંધો વરાછા મીનીબજાર નવરત્ન ચેમ્બર્સની ઓફિસમાં અને હીરા બજારમાં કર્યો હતો. ગત તા.૨૯ એપ્રિલ ૨૦૧૯માં હિપેનના ભાગમાં ૨૩૯.૮૪ કેરેટના તૈયાર હિરા જેમાં ઍક કેરેટના રૂયિયા ૧૪,૨૫૦ હતા અને માર્કેટના રૂલ્સ પ્રમાણે ૪ ટકા ડીસ્કાઉન્ટ કરી રૂપિયા ૩૮,૨૮,૨૧૧ તથા ૨૮૬.૧૬ કેરેટના રૂપિયા  ૩૯,૧૪,૬૬૮ મળી કુલ રૂપિયા ૭૭,૪૨,૮૭૯ના તૈયાર હિરા આપ્યા હતા.

 

 

 

 

જે અંગે ચિઠ્ઠી પણ લખી આપી હતી. અને માલનું પેમેન્ટ ૯૦ દિવસમાં કરી દેવાની રાકેશે બાંયેધરી આપી હતી. જાકે નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા દિપેનભાઈઍ ઉઘરાણી કરતા રાકેશ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું અને તેના પિતા વલ્લભ હિરપરાને મળતા તેઓઍ બાંયેધરી આપી હતી કે તેનો દિકરો રાકેશ પેમેન્ટની ચિંતા કરતા નહી હીરાની લેવડ દેવડ કરશો તો હું બેઠો છું જેથી દિપેનભાઈઍ તેના મિત્ર વિપુલ દિયોરાઓને પણ વલ્લભ હિરપરાના કહેવાથી રાકેશ હિરપરાને ગત તા.૨૮મી માર્ચ ૨૦૧૯ના રોજ કુલ રૂપીયા ૯,૬૮,૪૬૯ તૈયાર હિરાનો માલ આુપ્યો હતો તેમાંથી રાકેશે રૂપિયા ૧,૦૪,૦૧૮નું પેમેન્ટ ચુકવ્યુ હતુ જયારે બાકીના રૂપિયા ૮,૬૪,૪૫૧ ચુકવ્યા ન હતા. ત્યારબાદ દિપેશે તેના અને વિપુલના મળી લેવાના નિકળતા કુલ રૂપિયા ૮૬,૦૭,૩૩૦ની અવાર નવાર માંગણી કરવા છતાંય પેમેન્ટ નહી આપી સમાધાનના બહાને તેમના ઘરે બોલાવી ફરીથી પેમેન્ટ લેવા આવતા નહી કે ઉઘરાણી માટે ફોન કરતા નહી મારી પાસે ઍવા માણસો છે કે હું કહું તો તમને જીવતા રહેવા દેશે નહી ઍટલે પેમેન્ટ ભુલી જાજો તેવી ધમકી આપી હતી. રાકેશ અન્ય હિરાના વેપારીઓ પણ માલના પેમેન્ટ ચુકવી છેતરપિંડી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application