Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરામાં પ્લોટના ડખ્ખામાં માથાભારે રાજનસીંગની થયેલી હત્યામાં વધુ ચાર આરોપીની ધરપકડ

  • November 06, 2020 

પાંડેસરા ડી- માર્ટની બાજુમાં મોહનનગર સોસાયટીમાં પ્લોટનો કબજા કરવા ગયેલા માથાભારે જમીન દલાલ કમ ફાયનાન્સર રાજનસીંગ રાજપુતની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવાના કેસમાં પોલીસે ગઈકાલે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

 

 

પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા ડી-માર્ટની સામે આશિષનગર સોસાયટીમાં રહેતા  અને જમીન દલાલી અને ફાયનાન્સરનું કામ રાજનસીગ રાજપુત પાંડેસરા વિસ્તારમાં પ્લોટ કબજા કરવા માટે પંકાયેલો છે.રાજનસીંગ ગત તા ૨૬મી ઓક્ટોબરના રોજ સવારે ડી-માર્ટની બાજુમાં આવેલ મોહનનગર સોસાયટીમાં પણ પ્લોટમાં માટી નાંખી પ્લોટ ઉપર કબજા કરવા માટે હતો જેની જાણ રોશનસીંગ, રીમ્પી અને ચારેક અજાણ્યાઓ સાથે ત્યાં પહોચી ગયા હતા. દરમિયાન બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થયા બાદ ઝઘડો થતા રાજનસીંગને પાવડાનો ફટકો અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા.

 

 

બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જયારે ગઈકાલે નાસતા ફરતા રોશન રાયસાહબ સિંગ (ઉ.વ.૩૦.રહે, ઈશ્વરનગર પાંડસરા), આશીષ ઉર્ફે રીમ્પી રાજારામ ઠાકુર (ઉ.વ ૩૬, રહે, પરષોત્તમનગર સોસાયટી અલથાણ), જીતેન્દ્ર ઉર્ફે ચંદન શીવકુમાર શર્મા (ઉ.વ. ૨૯, અપેક્ષાનગર પાંડેસરા), ભાનુપ્રતાપ ઉર્ફે ગોલુ શિવપુજન સિંગ (ઉ.વ.૨૭.રહે, અપેક્ષાનગર પાંડેસરા) ની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application