સુરતમાં વનિતા વિશ્રામ શાળાની ધો.11 સાયન્સની 40 જેટલી વિધાર્થિનીઓને ખોટી અને આડકતરી રીતે નાપાસ કરવામાં આવી હોવાના આરોપ સાથે એબીવીપીની અધ્યક્ષતામાં વિધાર્થિનીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રી-ટેસ્ટની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ શાળામાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી 40 જેટલી વિદ્યાર્થિનીઓને ઓપન હાઉસમાં ઓછા માર્ક્સ આપી નાપાસ કરાઈ હોવાનો આરોપ વિધાર્થિની અને એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે. આ આરોપ સાથે આજે વિદ્યાર્થિનીઓ એબીવીપીની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચી હતી. વિધાર્થિનીઓએ આરોપ લગાવતા કહ્યું કે, શાળાના શિક્ષકો પાસે ટ્યૂશન ન લેવાના કારણે તેમને આડકતરી રીતે પરીક્ષામાં ઓછા માર્ક્સ આપી નાપાસ કરાઈ છે.
શાળા અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી
રી-ટેસ્ટની માગવિધાર્થિનીઓના વાલીઓ અને એબીવીપી સુરતના મહામંત્રીએ કહ્યું કે,આ મામલે શાળાને રજૂઆત કરવામાં આવી છે અને રી-ટેસ્ટ લેવાની માગ કરવામાં આવી છે. શાળા પણ રી-ટેસ્ટ લેવા માટે તૈયાર છે. પરંતુ,શાળા સંચાલકોનું કહેવું છે કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જો લેખિતમાં સૂચના કરવામાં આવશે તો વિદ્યાર્થિનીઓની રી-ટેસ્ટ લેવાશે. આથી વિદ્યાર્થિનીઓ અને એબીવીપી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે રજૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500