Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : પોલીસના નામે હેરાન કરતા બે અજાણ્યા સામે ફરિયાદ

  • January 07, 2021 

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોસાડ રોડ શિવનગર સોસાયટીમાં રહેતા શની પ્રકાશ પ્રજાપતિ(ઉ.વ.૨૬) ઉધના દરવાજા ખાતે  ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. સની ગત તા ૨ના શનિવારના રોજ રાત્રે નવેક વાગ્યે મર્ચટ નેવીમાં મરીન ઍન્જીનીયર તરીકે નોકરી કરતા તેના મિત્ર ક્રુણાલ ગિરીશ પ્રજાપતિ(રહે, હરીસિધ્ધ સોસાયટી કોસાડ રોડ) તેની સોસાયટીથી સ્વસ્તિક કોમ્પલેક્ષ  સુધી વોકિંગ કરતા હતા.

 

 

તે વખતે બાઈક પર બે અજાણ્યાઓ આવ્યા હતા. અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી સનીઍં માસ્ક તેના નાકથી નીચેના ભાગે હોવાથી માસ્ક કેમ પહેયું નથી ચાલ પોલીસ સ્ટેશન  કહી કોલર પકડી તેમની બાઈક પર બેસવા માટે કહ્નાં હતુ. જેથી ક્રુણાલે પોલીસ તરીકેનો આઈકાર્ડ માંગી કયા પોલીસ સ્ટેસનમાં છો તેવુ પુછતા બદમાશોઍ પોલીસકાર્ડ બતાવ્યો ન હતો. ક્રુણાલે પોતે નેવીમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપતા તેને લાફો માર્યો હતો અને બંને મિત્રોના માસ્ક ઉતરાવીને માસ્ક વગરના તથા માસ્ક પહેરેલાના ફોટા પાડય હતા. ત્યારબાદ બાઈક પર ભાગી ગયા હતા. આ  બનાવ અંગે પોલીસ એ સનીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application