સુરતમાં પોલીસ વિભાગમાં ભાઈ-ભત્રીજાવાદની વધુ એક ઝલક જોવા મળી રહી છે. તાજેતરના કેસમાં, સુરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના અધિકારીઓ દ્વારા સુરત પોલીસના ઈકોનોમિક ક્રાઇમ સેલના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સાગર પ્રધાનના ભાઈને રૂ. 5 લાખની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા ગૌતમ બાગ નામના જ્વેલર સામે મુંબઈમાં રૂ.1.84 કરોડના સોનાની ઉચાપતનો કેસ નોંધાયો હતો.
કરોડોની છેતરપિંડીના આ કેસમાં ફરાર આરોપીને સુરત ઈકો સેલના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) સાગર પ્રધાને પકડીને મુંબઈ પોલીસને હવાલે કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચના તાબાના ઈકો સેલના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સાગર પ્રધાને પણ આ કેસમાં ધરપકડ કરાયેલા જ્વેલરના ભાગીદાર વિપુલભાઈને આ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. જે ઓફિસમાં સુરત પોલીસ કમિશનર બેસે છે. તે ઓફિસની નીચે જ ઈકો શાખા છે અને આ શાખાના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સાગર પ્રધાને 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેનો ભાઈ ઉત્સવ આમાંથી રૂ.5 લાખ લેતા ઝડપાઈ ગયો છે. થોડા દિવસો પહેલા સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સબ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ હતી. તેણે પોતાના જ પુત્રને લાંચ લેવા મોકલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application