સુરતમાં ધોધમાર વરસાદની આગાહી થતા વિતેલા 24 કલાકમાં મેઘ મહેર જોવા મળતા મહુવા તાલુકામાં 3.5 ઇંચ સહિત બાકીના તાલુકામાં અડધો ઇંચથી લઇને ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેતરો પાણીથી તરબોળ થતા ખેડુતોએ શાકભાજી, ડાંગર તેમજ અન્ય પાકોના વાવેતરની તૈયારીઓ આરંભી દીધી હતી. ખેતરો પાણીથી તરબોળ થતા શાકભાજી, ડાંગર સહિતના પાકના વાવેતરની તૈયારી સુરત શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાયા બાદ સોમવારથી જ મેઘરાજાની જોરશોરથી પધરામણી થઇ હતી.
ત્યારબાદ દિવસ-રાત્રીના ઓછા વધતા પ્રમાણમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ છે.તો સોમવારે સાંજે છ વાગ્યાથી મંગળવારે સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં સુરત જિલ્લામાં સર્વેત્ર મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. જેમાં સૌથી વધુ મહુવા તાલુકામાં 3.5 ઇંચ, બારડોલી, ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદની સાથે જ મૌસમનો કુલ વરસાદ 595 મિ.મિ અને સરેરાશ 2.38 ઇંચ વરસાદ સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં ચાર ઇંચ અત્યાર સુધી નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ ઓલપાડ તાલુકામાં 1 ઇંચ વરસ્યો છે. જયારે સુરત શહેરમાં 24 કલાકમાં એક ઇંચ વરસાદી પાણી પડયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500