ઓલપાડ તાલુકાના સાયણ-કારેલી રોડ પર આવેલ સનરાઈઝ એસ્ટેટ કંપની નજીક કિમ ગામે સરગમ સોસાયટીમાં મકાન નં.-97માં રહેતો વ્રજ ભરતભાઈ ટેલર(ઉ.વ.20) અને કીમ ખાતે આવેલી શિવાજી નગરમાં રહેતો અંકિત વિનોદભાઈ વસાવા(ઉ.વ.21) પોતાની મોટરસાયકલ લઈને સુરત તરફ જઈ રહ્યા હતા.
ત્યારે બપોરના સમયે સાયણ બાજુથી આવતી ટ્રક(નં.જીજે/02/વી/5932)ના ચાલકે ગફલત ભરી હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સામેથી આવતી ડબલ સીટ મોટરસાયકલ સવારને અડફેટે લેતા આ મોટર સાયકલ સવાર પર ટ્રકનું આગળનું વ્હીલ માથાના ભાગે ચઢી જતા બંને યુવાનો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને આ ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બનાવ અંગે સાયણ પોલીસને જાણ કરી હતી અને મૃતકના પિતા ભરતભાઈ ટેલરે પણ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્દ ફરિયાદ આપતા સાયણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application