સુરતનાં માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર દેવ દરબાર ઢાબાની બાજુમાં બાયોડીઝલનું વેચાણ કરતાં 2 ઈસમોને કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, માંગરોળનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર દેવ દરબાર ઢાબાની બાજુમાં આવેલ જગ્યામાં રેડ કરી હતી. ત્યાં 2 ઈસમો એક ટ્રક નંબર જીજે/09/એક્સ/9890માં બાયોડીઝલ ભરી રહયા હતા. સ્થળ પર પહોંચેલ પોલીસે મદનલાલ બુધરામજી દેવાસી (રહે.કીમ ચારરસ્તા ખાતે આવેલ રાજસ્થાની ઢાબા ઉપર,માંગરોળ) તેમજ વિષ્ણુ શ્રવણરામજી દેવાસી (રહે.કીમ ચારરસ્તા,માંગરોળ)ના ઓને ઝડપી પાડ્યા હતા.જોકે, તેમની પૂછપરચ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાયોડિઝલનો જથ્થો ઉદયલાલ અને લાડુરામ નાઓ મંગાવતા હતા અને જમીનમાં લોખંડની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સંગ્રહ કરતાં હતા. પોલીસે અંડરગ્રાઉન્ડ ટાંકી માંથી 3,000 લિટર બાયોડિઝલ જેની કિંમત રૂપિયા 2.10 લાખ તેમજ એક ટ્રક મળી કુલ 6.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઘટના સ્થળેથી ભાગી જનાર મેનેજર સુનિલ, ઉદયલાલ તથા લાડુરામને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application