સુરતના કડોદરા ખાતેથી ચોરી કરેલો સામાન બાઈક લઈ વેચવા નીકળેલા બે તસ્કરોને કડોદરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તસ્કરો પાસેથી ઘરેણાં તેમજ મોબાઈલ મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસની એક ટીમે, અંત્રોલી ગામના પાટીયાની સામે બે તસ્કરોને બાઈક નંબર જીજે/05/જીસી/4448 લઇને અંત્રોલી પાટીયાથી નીકળી કડોદરા ચાર રસ્તા તરફ જતા બંને તસ્કરોને અટકાવી તેઓ પાસેના એક થેલા તપાસતા તેમાંથી 4 નંગ મોબાઇલ ફોન તથા સોના-ચાંદીના દાગીના દાગીના મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ સમાન ચોરીનો હતો અને રૂપિયાની જરૂરિયાત હોય આ તમામ વેચવા માટે નીકળ્યા હોવાનું કબુલ્યું હતું.ત્યારબાદ બંનેનું નામ પૂછતાં પહેલાનું નામ કિશોર હસમુખભાઇ ઢોડીયાપટેલ (ઉ.વ.34,રહે.અંત્રોલી ગામ,ટેકરા ફળિયું,તા.પલસાણા) હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે રહેલ યુવક કાયદાના સંઘર્ષમાં આવેલ 16 વર્ષીય કીશોર હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે થેલામાં રહેલા 4 ચોરીના મોબાઈલ તેમજ ચાંદીના પગમાં પહેરવાના વજનદાર સાંકળા તેમજ સોનાની એક જોડી કાનમાં પહેરવાની બુટ્ટી તેમજ બે જોડી હાથની આંગળીમાં પહેરવાની વીંટી તેમજ એક જોડી કાનમાં પહેરવાની બુટ્ટી અને ગુનાના કામમાં વાપરેલ બાઈક મળી કુલ રૂપિયા 1,96,598/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500