Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવા ટેમ્પા માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

  • April 11, 2021 

સુરત જીલ્લાની પલસાણા પોલીસની ટીમે બગુમરા ગામે નહેર નજીકથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન બાતમીના આધારે બગુમરા ગામની સીમમાં બગુમરા નહેર નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા અટકાવ્યો હતો અને ટેમ્પામાં બેસેલ દિનેશ રામલાલ પાલ તથા કપીલભાઈ રામવિલાસ મોહતો નાને ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

નવા ટેમ્પામાં તપાસ કરતાં ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની કુલ 280 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 35000/-તેમજ મોબાઈલ અને નવો ટેમ્પો મળી કુલ રૂપિયા 4,45,700/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ ભરાવનાર બંને વ્યક્તિને વોંટેડ જાહેર કરી પલસાણા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application