Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓને દંડ ફટકારાયો

  • January 21, 2021 

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

 

 

સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ડિસેમ્બર-૨૦૨૦ના મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનીયર/સીનીયર નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ ૪૩ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧૯,૫૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

 

 

 

સુરત અને તાપી જિલ્લાના ૨૭૪૬ વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાદનની કામગીરી હાથ ધરી રૂા.૨૭,૬૨,૯૨૬/-ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના અડાજણ પાટીયા ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૯ વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.૧૧૦૦૦/-નો દંડ તથા તાપી જિલ્લાના વાલોડના બુહારી ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૨૦ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૪૦૦૦/-નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

 

 

 

ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મળેલી ફરિયાદ અનુસાર ઓકટોમ્બરમાં જહાગીર પુરા ખાતે રહેતા પાર્થ ચોટલીયાએ ઓનલાઈન ફિલપકાર્ડ દ્વારા ટીવી ખરીદ્યું હતું. ટી.વી.માં પ્રોબ્લેમ હોવાથી વોરંટી હોવા છતા રીપેરીંગ કરી ન આપતા કચેરી દ્વારા ફિલપકાર્ડ અને વીમા કંપનીને નોટીશ ઈસ્યુ કરતા ફિલપકાર્ટ દ્વારા તેઓને ટી.વીની કિંમતના ૭૦ ટકા લેખે રૂા.૨૭,૯૯૯/-ની રકમ પરત કરવામાં આવી હતી. બીજા બનાવમાં શ્રીમતિ મનિષા અશોકભાઈ પડસાલાની ફરિયાદ મુજબ નિધી ડાયમંડ તરફથી જી.એસ.ટી. નંબર મેળવવા માટે સિક્યુરીટી ડિપોઝીટ પેટે રૂા.૨૦,૦૦૦/- જમા કરાવેલ હતા. જે બે વર્ષમાં પુરા થતા રીફંડ કરવાના હોય તે કરેલ ન હતા. જેથી વાણિજયક વેરા અધિકારી નાનપુરાને નોટીસ ઈસ્યુ કરતા ફરીયાદીને સિકયુરીટી ડિપોઝીટ પેટેના રૂા.૨૦ હજાર ડિસેમ્બરમાં પરત કરવામાં આવ્યા હતા.

 

 

 

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈપણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્‍લોક, ગ્રાઉન્‍ડ ફલોર અઠવાલાઈન્‍સ, સુરત સંપર્ક સાધવો તેમ મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application