Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં વાંકાનેર ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ શખ્સ ઝડપાયા

  • April 05, 2021 

બારડોલી તાલુકાના વાંકાનેર ગામે આશ્રમ ફળિયામાં મુંબઈથી નીકળતા અંકો પર જુગાર રમાડી રહેલા ત્રણ શખ્સને સુરત જીલ્લા એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જીલ્લા એલ.સી.બી.ની ટીમ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, વાલોડ ખાતે રહેતો વિજય ગાયકવાડ વાંકાનેરના આશ્રમ ફળીયા નજીક ભાથીજી મહારાજ મંદિરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો પર જુગાર રમાડી રહ્યો છે.

 

 

 

 

જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો મારી સ્થળ પરથી અરુણ મુકેશ પટેલ, નરેશ ભગા રાઠોડ અને વિજય લહુ ગાયકવાડને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 8,350/- કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application