સુરત જીલ્લાના પલસાણા તાલુકાની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે મળેલ બાતમીના આધારે, બગુમરા ગામની સીમમાં હલધરૂ રોડ પર આવેલ સુર્યાન્સી ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ મકાન નંબર-3માં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર જઇ રેઇડ કરી તો સ્થળ પરથી વિદેશી દારૂની 3905 બોટલો મળી જેની કીમત રૂપિયા 4,92,260/- હતી તથા નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી, મોબાઇલ, તેમજ રોકડ રૂપિયા 81,500/- એમ કુલ મળી 9,88,560/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સાથે સ્ટેટ મોનીટરીંગ સુર્યાન્સીમાં રહેતા આદેશ ઉર્ફે ચીંટુ પ્રકાશ મોહોડ, સુસીલ ઉર્ફે છોટુ સુરેશ વરદે, અને શૈલેશ ઉર્ફે સૈલી રાજુભાઈ વસાવા ઓને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ગુનામાં સંડોવાયેલ સંદીપ બલદે (રહે.સુર્યાન્સી ફ્લેટ હલધરૂ), સલામ(રહે.ગંગાધરા), કલામ(રહે.ગંગાધરા), અકીલ(રહે.ચલથાણ), રાજુ (રહે.લીબાયત), લાલુ(રહે.આસપાસ ડીંડોલી), હીતેશ(રહે.આસપાસ ડીંડોલી) તેમજ અનીલ(રહે. કડોદરા) મળી કુલ12 લોકોને પોલીસે ગુન્હામાં વોન્ટેડ જાહેર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500