સુરત જીલ્લાના માંડવી ખાતે આવેલ સાઈ મંદિરમાંથી તસ્કરો દાનપેટીનું તાળું તોડી અંદર મુકેલ રોકડ રકમની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી ખાતે આવેલ સાઈ મંદિરમાં દીપકભાઈ શિવદાસભાઈ વરસાડે પૂજારી તરીકે સેવા આપે છે. મંદિરમાં સવારે 7 વાગ્યાથી 11 કલાક દરમિયાન કોઈ અજાણ્યા ઈસમએ પ્રવેશ કરી મંદિરમાં મૂકવામાં આવેલ દાનપેટીનું તાળું તોડી અંદરથી રૂપિયા 70 થી 800ની ચોરી કરી ભાગી ગયા હતા. આ ઘટના અંગે દિપકભાઈને જાણ થતા તેમણે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application