સુરત જિલ્લાના માંડવી રેન્જના ખોડાબા-2 રાઉન્ડ માંથી એક દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા ઘણા દિવસથી કાલીબેલ બીટના આંબાપારડી ગામમાં ગોચર જમીનમાં અવાર નવાર દીપડો દેખાતો હોવાની ગામના સરપંચ દ્વારા વનવિભાગની લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને વનવિભાગ દ્વારા ગત તા.12મી ઓગસ્ટે દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યુ હતુ. જેમાં ગતરોજ સવારે ખોરાકની શોધમાં દીપડો આવ્યો હતો અને પાંજરામાં પૂરાઈ ગયો હતો.
આ અંગેની જાણ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્ર રાઉલજીને કરવામાં આવતા તેઓ પોતાના સ્ટાફ સાથે સ્થળ પર જઈને 5 વર્ષીય દીપડાને ખોડંબા લઈ આવ્યા હતા. ડોક્ટર દ્વારા તેમની તંદુરસ્તીને તપાસ કરતા તે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ હવે તેને સુરક્ષિત વનવિભાગ દ્વારા જંગલમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application