બારડોલી તાલુકાના અલ્લુ ગામમાં રહેતી 27 વર્ષીય અંકિતાબેન મોહનભાઈ ચૌહાણ વાંસકુઈ ગામે આવેલા સરકારી દવાખાનામાં સી.એચ.સી. તરીકે નોકરી કરે છે.અંકિતા સવારે નોકરી પર જાવ છું એમ કહીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ અલ્લુ ગામમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરના પુલ નજીક બનાવેલ પગથિયા પર ઉભી રહી હાથ-પગ ધોઈ રહી હતી.
તે સમયે અચાનક અંકિતાનો પગ લપસી જતા નહેરના ઉંડા પાણીમાં ડૂબી ગઈ હતી. આ બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતા નહેરના પાણીમાં યુવતીને તણાતા જોતા નહેરના પાણીમાંથી બહાર કાઢી હતી. પરંતુ નહેરના ઉંડા પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે મહુવા પોલીસને જાન થતા પોલીસ ઘટના સ્થળ પર આવી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application