Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટએ કોરોના પ્રતિકારક રસી મૂકાવી આરોગ્ય કર્મીઓને કર્યા પ્રોત્સાહિત

  • January 21, 2021 

કોરોના વાયરસના પ્રતિકાર સામે દેશના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હેલ્થ વર્કરોને પહેલા તબક્કામાં સ્વદેશી વેક્સિનથી રસીકરણ થઈ રહ્યું છે, ત્યારે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.આર.કે.બંસલ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વંદના દેસાઈએ પણ રસી મૂકાવી આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. જાતે રસી લઈને તેમણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સહિત લોકોની રસી અંગે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર થાય અને જાગૃત્તિ આવે એ માટે પ્રેરણાદાયી કદમ ભર્યું છે.

 

 

 

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.આર.કે.બંસલે જણાવ્યું હતું કે, છેલ્લા નવ મહિનાથી સતત કોરોના સામે જંગ લડી રહ્યાં છીએ. વેક્સિનેશન ડ્રાઈવના બીજા દિવસે આજે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, 'હું પણ એક આમ આરોગ્યકર્મી છું' એવા હકારાત્મક દૃષ્ટિકોણ સાથે રસી મૂકાવી છે, ભારતમાં બનેલ સ્વદેશી વેક્સિનના વિવિધ ટેસ્ટિંગ થયા છે, અને તે કોરોના વાયરસ સામે કારગર નીવડી રહી છે. વેક્સિન લેવામાં કોઈ જોખમ નથી. સ્વદેશી રસી દેશને કોરોના મુક્ત કરવામાં સફળ સાબિત થશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

 

 

 

ત્યારબાદ સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વંદના દેસાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે,  આજના આ પહેલા ડોઝ લીધા પછી ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લઈશ. સ્વદેશી રસી સુરક્ષિત અને અસરકારક છે. કોરોનાની મહામારીના સમયે વેક્સિન એક નવું હથિયાર સાબિત થશે. હેલ્થ વર્કર અને તબીબી સ્ટાફના રસીકરણ થકી લોકોમાં જનજાગૃતિ આવશે તે ચોક્કસ છે. સામૂહિક રસીકરણ દ્વારા મહામારી પર કાબૂ મેળવી શકાશે. આગામી દિવસોમાં અમારી ટીમ કાર્યરત રહીને કોરોના રસીકરણના આ અભિયાનને વધું વેગવંતુ બનાવીશું એમ તેમણે ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application