Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંબોલી ગામ નજીક તાપી નદીમાંથી મહિલા અને કિશોરની લાશ મળી

  • June 24, 2021 

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદી કિનારે તાપી નદીમાંથી એક મહિલા અને એક કિશોરની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે કઠોર નજીક નદીમાંથી 4 થી 5 માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય લાશનો કબ્જો મેળવી ઓળખ માટેની તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં આંબોલી ગામે સાંજના સમયે એક મહિલા અને એક કિશોરની લાશ તણાઇ આવી હતી. સ્થાનિકોએ લાશ જોતાં જ કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની ઉંમર આશરે 40 વર્ષ અને કિશોરની ઉંમર આશરે 13 વર્ષ હોવાનું પોલીસે જણાવ્યુ હતું. બંનેની ઓળખ હજી સુધી થઈ હકી નથી. ડીકમ્પોઝ હાલતમાં મળેલી બે લાશો પૈકી મહિલાએ લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે તેમજ કિશોર લાંબી બાયની ટીશર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ છે. ટી શર્ટ USK લખેલું છે. બીજી તરફ કઠોર ગામે નદીમાંથી 4 થી 5 માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application