એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેકટરીની બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મોહમદ લુંટફોર રહેરામે મુલાકાત લઈને સહકારીતા આધાર પર ચાલતી ફેકટરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા. નોંધનીય છે કે, બાંગ્લાદેશની સુગર ફેકટરીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેથી અહી સહકારી ધોરણે ઉત્તમ વહીવટથી સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતી બારડોલીની સુગર ફેકટરીની મુલાકાત લઈ ફેકટરીના સભ્યો સાથે મીટીંગ યોજીને અહીની કાર્યશૈલી વિશે જાત માહિતી મેળવી હતી. આ વેળા જિલ્લા પંચાયતના પ્રમખ ભાવેશભાઈ પટેલ અને ફેકટરીના વાઈસ ચેરમેન તથા અન્ય ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application