Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ઓટો રીક્ષા/ટેક્ષી કેબના માલિકોએ વાહન ભાડે આપતી વખતે ભાડે આપનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી પોલિસ વિભાગને આપવી પડશે

  • January 02, 2021 

સુરત શહેરમાં રિક્ષા/ટેક્ષી કેબના માલિકો પોતાની રીક્ષાઓ/ટેક્ષી કેબ ચલાવવા માટે ભાડેથી આપતા હોય છે જેનો રેકોર્ડ તેઓની પાસે હોતો નથી. જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેરની હદમાં ઓટો રીક્ષા/ટેક્ષી કેબના માલિકોએ પોતાનું વાહન ભાડે આપતી વખતે ભાડે આપનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી નિયત નમુનામાં અદ્યતન રાખી પો.સ્ટે.ના સહી સિક્કા કરાવી રજિસ્ટર નિભાવવાનુ રહેશે અને કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાનું રહેશે.

 

 

ઓટોરિક્ષા/ટેક્ષી કેબ  ભાડે આપનાર વ્યક્તિએ પોતાની ઓટોરિક્ષા/ટેક્ષી કેબ  ભાડે લેનાર વ્યક્તિના ફોટો તથા ઓળખપત્ર (આઇ.ડી. પ્રૂફ) સાથેની સંપૂર્ણ વિગત મેળવ્યા પછી અને વાહન ભાડે લેનારના ચારિત્ર્યની ખરાઇ કરાવ્યા પછી જ તેને વાહન ભાડે આપી શકશે.

 

 

વાહન માલિકો વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે રિક્ષા/ટેક્ષી કેબની અંદરના ભાગે ૧૬.૧૨ની ઈચની સાઈજના બોર્ડમાં અંગ્રેજી ભાષામાં ફરજીયાત લખાવી લગાવવાનું રહેશે.

 

 

ઓટો રિક્ષા/ટેક્ષી કેબ ભાડે આપનાર માલિકે પોતે જાળવેલ રજિસ્ટરનો ઉતારો દર મહીનાની પાંચ તારીખ સુધીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન મારફતે ટ્રાફિક શાખાની કચેરીને મોકલવાનો રહેશે. આ જાહેરનામું તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી હુકમનો અમલ કરવાનો રહેશે. જાહેરનામાનું ઉલ્લઘંન કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application